હળવદ શહેરના રિલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલ લાભ કોમ્પલેક્ષ સામે દુકાન ધરાવતા આરોપી એ દુકાનની સામે દારૂ અને બિયરનો જથ્થો છુપાવ્યું હોવાની બાતમીના આધારે ત્યાં રેઇડ કરી હતી ત્યારે ત્યાંથી આરોપી હાજર ન મળી આવતા આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ શહેરના રિલાયન્સ પેટ્રોલપંપ સામે આવેલ લાભ કોમ્પ્લેક્સ સામે દુકાન ધરાવતા આરોપી અંકિત નરેન્દ્રભાઈ રામાવત રહે. નાલંદા સ્કૂલ પાસે, શિવાલીક સોસાયટી, હળવદ નામના વેપારીએ દુકાન સામે દારૂ અને બિયરનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા દુકાન સામે બાવળની કાટમાંથી બિયરના 77 ડબલા કિંમત રૂપિયા 7700 તેમજ 8 pm દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 4200નો જથ્થો મળી આવતા પોલીસે કુલ રૂપિયા 11,900નો દારૂ – બિયરનો જથ્થો કબજે કરી હાજર નહિ મળી આવેલા વેપારી અંકિતને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.