મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર મકનસર પોલીસ હેડ ક્વાર્ટર ના ગેટ નજીક રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલક એ સામેથી આવતા ટ્રક સાથે અથડાવી દેતા બિહારના ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર પોલીસ હેડ ક્વાર્ટરના ગેટ નજીક જીજે -12 – બીએક્સ – 9600 નંબરના ટ્રક ચાલક શૈલેન્દ્રકુમાર રામપરવેશ રાય રહે.બિહાર વાળાએ પોતાનો ટ્રક રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ચલાવી સામેથી આવતા એપી – 39 – યુયુ – 8679 નંબરના ટ્રક સાથે મોરે મોરો અથડાવી દેતા શૈલેન્દ્રકુમારનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે ફરિયાદી ટ્રક ચાલક થિરૂમાલા વેંકટેશ્વર રાવ ધનીશેટ્ટી રહે.આંધ્રપ્રદેશ વાળાની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.