મોરબીના ઘુંટુ ગામ નજીક આવેલ રામકો વિલેજમાં તારીખ 7 ના રોજ મોડી રાત્રે એસિડ ગટગટાવી જતા 18 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુ નોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેપોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ ગામ નજીક આવેલ રામકો વિલેજમાં રહેતા સોનલબેન વાલજીભાઈ ફાંગલિયા ઉ.18 નામની યુવતીએ ગત તા.7ના રોજ મોડીરાત્રે કોઈ અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લેતા પ્રથમ મોરબી બાદ રાજકોટની સીનર્જી હોસ્પિટલ ખાતે ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.