વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર ઢુંવા નજીક ડિવાઈડર નજીક ટ્રક ચાલક દ્વારા યુ ટન લેતા બાઈક ચાલકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે આ બાબતે બાઈક ચાલેકે ટ્રક ચાલક વિરૂધ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુંવા નજીક સનહાર્ટ સિરામિક નજીક ડીવાઇડર પાસે આરજે – 51- જીએ – 3347 નંબરના ટ્રક ચાલકે આગળ પાછળ જોયા વગર અચાનક યુટર્ન લેતા જીજે – 36 – એએચ – 7856 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મહમદ શાહિદ અબ્દુલભાઇ પરાસર ઉ.20 રહે.ગુલશન પાર્ક સોસાયટી, ચંદ્રપુર નામના યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે યુવાનની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.