ભેરડા ગામના પ્રેમી યુવાનને દેરાળા ગામે માર મારતા ફરિયાદ નોંધાઇ

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા યુવાન ને વિરોધી સાથે પ્રેમ સંબંધ હોય ત્યારે એ યુવતી ની અન્ય જગ્યાએ સગાઈ થઈ જતા આ બાબતની જાણ પ્રેમીએ યુવતીની જેની સાથે સગાઈ થઈ હોય તે યુવાનને કરતા યુવાનના પિતા સહિતના લોકોએ પ્રેમી યુવાનને દેરાળા ગામે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા કિશન જાદુભાઈ સાબરીયા ઉ.22 નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી પરબત ભોપા ધરજીયા, સંજય રસાભાઈ ધરજીયા, સવા ભોપા ધરજીયા અને રામજી ટપુ ધરજીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી પરબત ભોપાના પુત્ર અજયની લાકડધાર ગામે રહેતી છોકરી સાથે સગાઈ થઈ હોય જે છોકરીને પોતે પ્રેમ કરતો હોવાથી આ બાબતે અજયને વાત કરતા તમામ આરોપીઓએ દેરાળા ગામના રામજી મંદિર પાસે લાકડી વડે માર મારી ઢીકા પાટુનો માર મારતા ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.