
ટંકારામા છેલ્લા બે દિવસથી વાતાવરણ ફરી પલટાયુ હોય અને સોમવારે દિવસભર ઉકળાટ રહ્યા બાદ મોડી સાંજે પોણા સાત વાગ્યે મેઘરાજાએ બીજો રાઉન્ડ આવી પહોંચ્યા ના એંધાણ આપી પોણો ઈંચ મહેર કરી હતી.
મેઘરાજાએ ગત અઠવાડિયે મેઘમહેર કરી પ્રથમ રાઉન્ડ મા નિયમિત વરસી ૧૩ ઈંચ (૩૨૦ મીમી) વરસાદ પડ્યો હતો. અઠવાડિયુ વિરામ લીધા બાદ ફરી સોમવારે બીજા રાઉન્ડ ના અણસાર આપી દિવસભર ઉકળાટ બાદ મોડી સાંજે પોણા સાત વાગ્યે મેઘરાજાએ પોણો ઈંચ (૧૬ મીમી) મહેર કરી હતી. વરૂણદેવે પોરો ખાધા પછી ફરી દયાનંદ નગરી ઉપર હેત વરસાવતા લોકો ખુશ થયા હતા. આજના વરસાદનો ફોટો ટંકારા થી મુકેશભાઈ દુબરીયા એ મોરબી લાઈવ ના વાંચકો માટે મોકલેલ છે…