એસી માંથી પડતા પાણી જેવી નજીવી બાબતે સાત શખ્સોએ યુવાનને માર માર્યો

Advertisement
Advertisement

મોરબીના મહેન્દ્રનગર માં હનુમંત એપાર્ટમેન્ટમાં આ કામના ફરિયાદીના એસી નું પાણી આ કામના આરોપીના ઘરમાં પડતું હોય ત્યારે આ બાબતે એક વખત ઝગડો થયા બાદ આરોપી એ અન્ય છ જેટલા શખ્સો સાથે મળી ફરિયાદી સાથે ફરી વખત ઝગડો કરી ધોકા વડે માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગરમા હનુમંત એપાર્ટમેન્ટના બ્લોક નંબર 302મા રહેતા અશ્વિનભાઈ ઓધવજીભાઈ વરમોરાના એસીનું પાણી ધવલ શેરસિયાના ઘરમાં પડતું હોવાથી આરોપીઓ અશ્વિનભાઈના ઘેર આવી ઝઘડો કરી ગયા હતા બાદમાં ગત તા.6ના રોજ આરોપી (૧) ધવલ શેરશીયા (૨) આષીશભાઇ આહિર (૩) કેવલભાઇ ડાભી (૪) ઉદયભાઇ શેરશીયા (૫) જેરામભાઇ ડાભી (૬) પ્રદિપભાઇ આહિર અને (૭) ધ્રુવભાઇ પટેલે શેરીમાં ફરી ઝઘડો કરી ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.