મોરબીમાં શનિવારના રાત્રીના રોજ મોરબીના સરદારબાગ સામે ભવાની સોડા નજીક પોતાના ભાઈના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હોય ત્યારે વાહન ચાલકોને રાહદારીઓને અડચણરૂપ થાય તેવી રીતે ફટાકડા ફોડી રહ્યા હોય ત્યારે આ બાબતે પોલીસે ફટાકડા ફોડનાર શખ્સની અટકાયત કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ તા.6ને શનિવારે રાત્રે મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો ત્યારે શનાળા રોડ ઉપર સરદારબાગ સામે ભવાની સોડા નજીક આરોપી વિજય નીતિન પીલોજપરા રહે.વાવડી રોડ મોરબી નામનો શખ્સ વાહન ચાલકો અને રાહદારીઓને અડચણ રૂપ થાય તેમજ લોકોની જિંદગી જોખમાય તેવી રીતે ફટાકડા ફોડતો હોય પોલીસે આરોપીને અટકાયતમાં લઈ બીએનએસ એકટની કલમ 125 મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. આરોપીની પૂછતાછમાં પોતાના નાનાભાઈ સુમિતના જન્મદિવસની ખુશીમાં આ કૃત્ય કર્યું હોવાનું આરોપીએ કબુલ્યું હતું.