મોરબીના નવલખી રોડ પર રહેતા પરિણીતા ના ઘરમાં ઘૂસી આ કામના આરોપીએ બળજબરી પૂર્વક એક વખત શરીર સંબંધ બાંધ્યા હોય બાદ પરિણીતાને પોતાના ઘેર બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારીયુ હોય ત્યારે આ બાબતે પરિણીતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે દુષ્કર્મ ગુજારનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિણીતાના ઘરમા ઘુસી આરોપી સુલતાન મુસ્લિમ નામના શખ્સે બળજબરીથી એક વખત શરીર સંબંધ બાંધ્યા બાદ બીજી વખત આરોપીએ પરિણીત મહિલાને પોતાના ઘેર બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે