મોરબીના ઇન્દિરા નગર ખોડીયાર સોસાયટીમાં અજાણ્યા ચોર દ્વારા રહેણાંક મકાનમાંથી દરવાજાનો નકુચો તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત આશરે 1.21 લાખ ના મુદ્દામાની ચોરી કરી હોય ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે હાલ ફરિયાદ નોંધાવવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગર ખોડિયાર સોસાયટીમાં રહેતા સુખદેવભાઈ કરશનભાઇ સુરેલા (ઉ.વ.૨૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીના ઘરના મેઇન દરવાજાનો નકુચો તોડી ઘર અંદર પ્રવેશ કરી મકાનમાં કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિં રૂ. ૧,૨૧,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.