ભરતનગર ગામે ચોર સમજી યુવાનની હત્યા કરવાના મામલે બે ની અટકાયત

Advertisement
Advertisement

મોરબીના ભરતનગર ગામે અજાણ્યા યુવાનની ચોર સમજી હત્યા કરવાનાં બનાવ મામલે પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યા બાદ આ કેસમાં આરોપી ગુંજારીયા વેલારીયા જુગડા અને આનંદ મીઠાભાઈ પટેલ રહે.બન્ને ભરતનગર વાળાને પોલીસે અટકાયતમાં લીધા હોવાનું ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે, ગત તા.30 જુનના રોજ મરણજનાર અજાણ્યો ઇસમ સોમનાથ હોટલ નજીક ટ્રક નીચે છુપાઈ શંકાસ્પદ હિલચાલ કર્યા બાદ ભરતનગરમાં પણ ભેદી આંટાફેરા કરતા એકત્રિત થયેલા ગ્રામજનોએ માર મારતા મૃત્યુ નીપજ્યું હતું અને ઉપરોક્ત બન્ને આરોપીઓએ ઉશ્કેરાઈ વધુ માર મારતા બનાવ બન્યો હોવાનું સામે આવતા હાલમાં બન્ને આરોપીઓને પોલીસે હિરાસતમાં લીધા છે.