ટંકારા હાઈવે પર મિતાણા પાસે ટ્રક હડફેટે મોરબીની એકટીવા ચાલક યુવતીનુ મોત.

Advertisement
Advertisement
મોરબી થી પોતાના સ્કુટર પર સવાર થઈ કામ સબબ રાજકોટ જતી યુવતીને કાળમુખા ટ્રકે ટક્કર મારી કાયમ પોઢાડી દેતા પરીવાર મા કલ્પાંત..
મોરબી રાજકોટ હાઈવે પર એકટીવા પર પસાર થતી યુવતીને ટંકારાના મિતાણા ખાતે હાઈવે પર આવેલા ઓવરબ્રિજ પર ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મા ઘવાયેલી મોરબીની આશાસ્પદ યુવતીનુ સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ.
બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમા રહેતી અંજલી જેરામભાઈ શુક્લ ઉ.વ. ૨૩ નામની યુવતી કોઈ કામ સબબ મોરબીથી રાજકોટ જવા પોતાના એકટીવા નં. જીજે ૩ ડીજે ૩૭૨૪ પર  હાઈવે પર નિકળ્યા હતા. વખતે જ ઓચિંતા પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક નં. GJ 06 AZ 8676 એ એકટીવા ને હડફેટે લઈ ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. અકસ્માત સર્જનારા ટ્રક ની હડફેટે આવેલ સ્કુટર ચાલક યુવતી હાઈવે ઉપર પટકાતા ભોગ બનેલ મોરબીની આશાસ્પદ યુવતીનુ સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.બનાવ અંગે ટંંકારા પોલીસને બનાવની જાણ થતા પોલીસે અકસ્માત ના બનાવની નોંધ કરી વિશેષ તપાસ હાથ ધરી હતી.