મોરબીના શોભેશ્વર રોડ પરથી 19 વર્ષીય યુવતી ઘેરથી કોઈને કહ્યા વગર ચાલી જતા આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમશુદા નોંધ કરાવવામાં આવી છે. યુવતી ને શોધી કાઢવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ, કુબેર ટોકીઝ પાછળ આવેલા મફતિયાપરામાં રહેતી નીલમબેન ઘનશ્યામભાઈ વિરમગામા ઉ.19 નામની યુવતી ગત તા.1 જુલાઈના રોજ પોતાના ઘેરથી કોઈને કહ્યા વગર ચાલી જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવવામાં આવી છે.