વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર ચોકડી ઢુંવા નજીક નીકળતા કન્ટેનર ટ્રક નીચે ઝંપલાવી અજાણ્યા યુવાને પોતાનું જીવન ટુંકાવ્યું હોય. ત્યારે આ બાબતે યુવાન ઓળખ જાણવા માટે વાંકાનેર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુંવા ચોકડી નજીક જીજે – 12 – એઝેડ – 3499 નંબરનો કન્ટેનર ટ્રક પસાર થતો હતો ત્યારે પરપ્રાંતીય જેવા લાગતા અંદાજે 30થી 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાને અચાનક ટ્રકના પાછળના જોટા નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા મૂળ રાજસ્થાન અને હાલમાં મુન્દ્રા ખાતે રહેતા ટ્રક ચાલકે વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા યુવાનના વાલી વરસોને શોધવા તપાસ શરૂ કરી છે. મૃતકના હાથ ઉપર અંગ્રેજીમાં નેનું અને હિન્દીમાં નેનુસિંગ તેમજ બાજુમાં ત્રિશુલ ત્રોફાવેલ હોવાનું અને પોચા ઉપર ઓમ ત્રોફાવેલ હોય આ યુવકના વાલી વારસોએ વાંકાનેર તાલુકા પોલીસનો સંપર્ક સાધવા જણાવાયું છે.