ટુંક સમયમા નવા વોર્ડ ની રચના સાથે મતદારોની ઉથલપાથલ જોવા મળશે.
નગરપાલિકા અસ્તિત્વમા આવતા સરપંચ ની આબરૂ બચી ગઈ અને સાથોસાથ તેના રાજકીય આકા ઓની મુઠ્ઠી પણ બંધ રહી સલામત રહી ગઈ હતી.

મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારાને ગ્રામ પંચાયત માથી નગરપાલિકાનુ પ્રમોશન આપવાની જાહેરાત મુખ્યમંત્રી એ કર્યા બાદ નગરપાલિકા બની ચુકેલા ટંકારામા ગુરૂવારે ચિપ ઓફિસર સહિત સ્ટાફ ની નિયુક્તિ થતા ટુંક સમયમા નગરપાલિકા વોર્ડ રચના હાથ ધરવામા આવશે અને આગામી ત્રણ ચાર મહિના બાદ અહીં ચુંટણી પ્રક્રિયા હાથ ધરાવાના ઉજળા સંજોગો નિર્માણ પામ્યા છે.

ગત ૧૦ થી ૧૨ મી ફેબ્રુઆરીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦ જન્મોત્સવ પ્રસંગે યોજાયેલા ત્રિદિવસીય આર્ય ધર્મોત્સવ પ્રસંગે દયાનંદ નગરી ટંકારા પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટંકારા ને ગ્રામ પંચાયત કક્ષાએ થી બઢતી આપી નગરપાલિકાનો દરજ્જો આપી સમગ્ર નગરવાસીઓને રાજી કરી દીધા હતા. લોકસભા ચુંટણી પૂર્વે વહીવટદાર તરીકે મામલતદારની નિમણુંક કરી દેવાઈ હતી. ત્યારે જ નગરપાલિકા રચાઈ એ પૂર્વે નગરપાલિકાના અધિકારીઓ / સ્ટાફ ની નિમણુંકો અંગે ગતિવિધિઓ અંદરખાને શરૂ થઈ ગઈ હતી. ત્યારે આજે ગુરૂવારે ટંકારા નગરપાલિકામા નિયમિત નિમણુંકો ન થાય ત્યા સુધી વધારાના હવાલા સાથે વાંકાનેર ના ચિફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા ને ચિફ ઓફિસર તરીકે વધારાનો ચાર્જ સુપ્રત કરાયો હતો. સાથે જ માળીયા ખાતે ઈજનેર તરીકે ફરજ બજાવતા વિવેક ગઢીયા ને ટંકારા નગરપાલિકાના ઈજનેર તરીકે અને ગોંડલ નગરપાલિકાના ડે.એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા સોનલબેન કાચા ને ડે.એકાઉન્ટન્ટ તરીકે તેઓની રેગ્યુલર ફરજ ઉપરાંત વધારા ના ચાર્જ સોંપણી આદેશ નગરપાલિકા ના રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર મહેશભાઈ જાની દ્વારા કરવામાં આવતા ટુંક સમય મા ટંકારામા ગ્રા.પંચાયતના વોર્ડ રચના વિખેરી નગરપાલિકા ના નવા વોર્ડ ની રચના કરવા ની પ્રક્રિયા હાથ ધરી વોર્ડ રચના પ્રમાણે મતદારયાદી તૈયાર થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. એ જોતા ટંકારાના ગ્રામ પંચાયતના હાલના મતદારોમા જબલપુર ગ્રામપંચાયત માથી નવી બનેલી આર્યનગર ગ્રામ પંચાયત અને કલ્યાણપર ગ્રામ પંચાયતના મતદારો નવા સિમાંકન મુજબ મતદારયાદીમા ઉમેરાશે. નગરપાલિકાના રૂલ્સ પ્રમાણે નવા વોર્ડ રચના કરવાની પ્રક્રિયા હાથ ધરાશે એ જોતા મતદારોની ઉથલપાથલ થશે. આગામી ઓક્ટોબર નવેમ્બરમા રાજ્યમાં યોજાનારી નગરપાલિકા ચુંટણી સાથે જ ટંંકારા નગરપાલિકા ની પ્રથમ ચુંટણી યોજાવાની શકયતા વધી છે.
—————————————————————————-
ગ્રામ પંચાયત નુ વિસર્જન થતા સરપંચની આબરૂ બચી ગઈ
—————————————————————————-
ટંકારા ગ્રા.પં. ની ચુંટણી પરીણામ વખતથી બે જુથ વચ્ચે ચાલ્યા આવતા ગજગ્રાહ મા ગત માર્ચ મહિનામા બજેટ આવતા બજેટ મંજુર કરવા મળેલી બેઠકમાં જ વિરોધી જુથે ખરા ટાંકણે સોગઠી મારી બહુમતી ના જોરે સરપંચ ને બરાબર ના ભિડવી લઘુમતી મા મુકી દીધા હતા. ત્યારથી સરપંચ ગોરધનભાઈ ખોખાણી સતા ખુંચવાઈ જવાનુ નક્કી હોવાનુ પામી ગયા હોવાથી એક મહિલા સભ્ય ને મીટીંગ મા સતત ગેરહાજર રહ્યા હોવાના મુદ્દે પોતાની સતા વાપરી સસ્પેન્ડ કરી આખો મુદ્દે ગુંચવાડો ઉભો કરવાનો પેંતરો રચી સસ્પેન્શન થી બચવા કોર્ટમા મામલો તાણી ગયા હતા. નગરપાલિકાનુ નોટીફિકેશન અને વહીવટદાર નિમાયા ત્યાર થી માત્ર હોદ્દા પર રહેલા સરપંચ પીંછા વગરના મોર બની ગયા હતા. એવા મા નગરપાલિકા રચાવાની કવાયત હાથ ધરાતા રાજકીય ઓથે સસ્પેન્શન ના એક્શન થી બચતા રહેલા સરપંચ ની અને ઓથ આપનારા બંને ની આબરૂ રહી ગઈ હતી.