વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન વાંકાનેર તાલુકાના કેરાડા ગામના પાટીયા નજીકથી વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના 80 ચપલા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે તેમનાં વિરુદ્ધ પોલીસ મથક ખાતે પ્રોહી. અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વાંકાનેર તાલુકાના કેરાળા ગામના પાટિયા નજીકથી એક્સેસ મોટર સાયકલ ઉપર નીકળેલા આરોપી અમિત ઉર્ફે હમીદ હનીફભાઈ બ્લોચ ઉ.27 રહે.ચંદ્રપુર નામના શખ્સને અટકાવી તલાશી લેતા એક્સેસ મોટર સાયકલમાંથી વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના 80 ચપલા મળી આવતા 8000ની કિંમતનો દારૂ, 30 હજારની કિંમતનું એક્સેસ મોટર સાયકલ તેમજ 5000 રૂપિયાના મોબાઈલ સહિત 43 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.