ટંકારા લતીપર રોડ પર બુલેટ લઈ જઈ રહેલ વૃદ્ધ બંધ પડેલી ક્રેન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો ત્યારે ક્રેન ચાલક વિરુદ્ધ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા – લતીપર રોડ ઉપર હીરાપર નજીક ગત તા.1 જુલાઈના રોજ રાત્રીના સમયે બુલેટ મોટર સાયકલ ઉપર જઈ રહેલા પ્રેમજીભાઈ રામજીભાઈ ભીમાણી ઉ.60 રહે.નેસડા સુરજી નામના વૃદ્ધ રોડ ઉપર બંધ પડેલી ક્રેન સાથે અથડાતા પગના ભાગે ઇજાઓ પહોંચતા અકસ્માત અંગે ટંકારા પોલીસ મથકમાં ક્રેન નંબર જીજે – 12 – સીએમ – 0632ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.