સ્વર્ગવાસી પિતા ના જન્મદિવસે શાળામા વૃક્ષોના બીજ રોપતા પૂર્વે ભૂલકાઓની સુખાકારીની પરવા કરવામા આવી.


ટંકારા ના ભુતકોટડા ગામના પ્રાથમિક શિક્ષકાએ પોતાના સ્વર્ગવાસી શિક્ષક પિતાના જન્મદિવસે પોતાની કર્મભૂમિ રૂપી શાળામા ભૂલકાઓની શિતળતા અને આરોગ્યની ખેવના કરી શાળાના મેદાનમા વૃક્ષારોપણ કર્યુ હતુ.જેમા, ૫૦ ઔષધીય વનસ્પતિ અને ફુલ છોડ વાવી પિતાના જન્મદિવસ ની અનોખી ઉજવણી કરી હતી.

ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા ભૂતકોટડા ગામે પ્રા.શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રાજકોટના ગીતાબેન સાંચલાના સ્વર્ગવાસી શિક્ષક પિતા મનસુખલાલ તુલસીદાસ સાંચલાનો જન્મદિવસે શિક્ષક પિતાની યાદ ને ચિરંજીવ રાખવા પોતાની કર્મભૂમિ રૂપી શાળામા વૃક્ષારોપણ કરી ઉજવણી કરવાનુ નક્કી કરી શાળાના પટાંગણમા ઔષધ મા ઉપયોગી વનસ્પતિના રોપા અને બાળકોને મનગમતા રંગ બે રંગી ફુલોના છોડ નુ વાવેતર કરી શાળાના મેદાનમા ૫૦ વૃક્ષોનુ રોપણ કરી આચાર્ય હસમુખભાઈ પરમાર અને સાથી શિક્ષકગણ ના શ્રમદાન થી ઉપવન બનાવ્યો હતો. શાળામા ઉપયોગી વૃક્ષો ના વાવેતર પાછળ પોતાના પિતાની યાદ ચિરંજીવ રાખવા સાથે શાળાના બગીચામા અભ્યાસ કરતા રાષ્ટ્ર ના ભવિષ્ય ભૂલકાઓના આરોગ્યની પણ ચિંતા કરવામા આવી હતી. નાનકડા ભુતકોટડા ગામમા એક ‘બાળ એક ઝાડ’ ના સુત્ર સાથે દરેક વાલીઓ ને વૃક્ષ ના વાવેતર અને જતન કરવાની જવાબદારી આપી આંગણે વૃક્ષ વાવવા સમજાવવા ઝુંબેશ હાથ ધરી છે. ઉપરાંત, ગામડામા જે પરીવારના ઘરે દીકરી કે દીકરાનો જન્મ થાય તેમના નામનુ એક વૃક્ષ વાવવા ની નેમ સાથે ગીતાબેન સાંચલાએ પોતાની ફરજના ગામડામા વૃક્ષોના રોપાનુ વિતરણ કર્યુ હતુ. પડધરી તાલુકાના સરપદડ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા પિતાના સંસ્કાર વારસો ઉજાગર કરી જન્મદિવસે ખોટા ફતવા કરી નાણાનો વ્યય કરવાને બદલે સમાજોપયોગી કાર્યની અન્યો એ નોંધ લેવા અનુરોધ કરી આચાર્યે સરાહના કરી હતી.