હળવદ તાલુકાના ઢવાણા ગામે હળવદ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ટ્રેક્ટર માંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હોય ત્યારે પોલીસે એક શખ્સની અટકાયત કરી છે તો અન્ય એક વ્યક્તિને શોધી કાઢવા માટે ચક્રો ગતીમાન કર્યા છે
મળતી માહિતી મુજબ હળવદ પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન સંયુક્તમા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રેઈડ કરતા હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા નજીક આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા ટ્રેક્ટર રજીસ્ટર નંબર -જીજે-૧૩-ઈઈ-૫૨૯૭ વાળાની ટોલી સહિત કિં રૂ. ૨,૭૦,૦૦૦ વાળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪ કિં રૂ.૮૪૦૦ તથા બીયર ટીન નંગ -૧૨ કિં રૂ.૧૨૦૦ મળી કુલ કિં રૂ.૯૬૦૦ તથા ટ્રેક્ટર ટ્રોલી સહિત કુલ કિં રૂ.૨,૭૯,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ડાયાભાઇ ગોપાલભાઈ પઢિયાર (ઉ.વ.૩૬) રહે. શિરોઈ તા. હળવદવાળાને ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સુખેદવસિંહ ઉર્ફે એસ.પી.પથુભા ચાવડા રહે. કોયબા તા. હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.