તીથવા ગામે એકી બેકીનો જુગાર રમતા બે ઝડપાયા

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકા પોલીસે તીથવા ગામના પાટીયા નજીક જાહેરમાં ચલણી નોટોનો એકી બેકીનો જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તીથવા ગામના પાટિયા નજીક જાહેરમાં ચલણી નોટ ઉપર એકી બેકીનો નોટ નંબરનો જુગાર રમતા આરોપી કરણભાઈ સનમુગભાઈ નાયકર અને જીતેન્દ્ર ગોરધનભાઇ નગવાડિયાને રોકડા રૂપિયા 650 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.