વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારમાં અગમ્ય કારણોસર યુવાને ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું ત્યારે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુનોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતા રાજસિંહ રણજીતસિંહ પઢીયાર ઉ.36 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઝેરી દવા પી લેતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.