હળવદ શહેરના ભવાની નગર ઢોરા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા

Advertisement
Advertisement

હળવદ પોલીસે હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે. આ બાબતે પાંચે જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રમેશભાઈ ગુગાભાઈ સાવડીયાના ઘરની પાસે જાહેરમાં જુગાર રમતા આરોપી કિશોરભાઈ ઉર્ફે કિશન બચુભાઇ બણોદરા, સોકતભાઈ અસીમભાઈ ભટ્ટી, વિશાલભાઈ હિંમતભાઈ બરીયા, ચિરાગભાઈ ઉર્ફે કિરીટ નાનજીભાઈ ચાવડા અને મનોજભાઈ ત્રિભોવનભાઈ ગીરીને ઝડપી લઈ રોકડા રૂપિયા 13,200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.