ટંકારા ના અમરાપર રોડ પર નદીના સામા કાંઠે ઝૂંપડામાં રહેતા 7 વર્ષીય બાળકને ઝેરી જનાવર કરડી જતા મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુનોંધ કરી ટંકારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા – અમરાપર રોડ ઉપર નદીના સામાકાંઠે ઝૂંપડામાં રહેતા પ્રકાશભાઈ બારીયા નામના આદિવાસી યુવાનના પુત્ર આશિક ઉ.7ને ગત તા.29ના રોજ વહેલી સવારમાં ઝેરી જનાવર કરડી જતા પ્રથમ મોરબી બાદ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.