ટંકારામા મેઘરાજ નો મુકામ, સતત ત્રીજા દિવસે અવિરત હેત, સવા ઈંચ વરસાદ 

Advertisement
Advertisement
ટંકારામા રવિવારે મેઘરાજાના અવિરત હેત ને માણવા બાળા રાજાઓ શેરી ગલીઓ અને મહોલ્લા મા ન્હાવા ની મજા માણી હતી
ટંકારા તાલુકા ઉપર આ વખતે મેઘરાજાની શરૂઆતથી જ અમી દ્રષ્ટિ રહી છે. ગત અઠવાડિયે પધરામણી કર્યા બાદ લગભગ દરરોજ ધીમુ અને ધીંગુ હેત વરસાવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી સતત આકાશેથી ધીમીધારે ઉતરી ધરતી માતાને આલિંગન આપી રહ્યા છે. હાલ નો મેઘાવી માહોલ જોતા મેઘરાજાએ ટંંકારા તાલુકામા રીતસર ડેરા તંબુ તાણી મુકામ કર્યો હોય એમ હેત વરસાવી રહ્યા છે.રવિવારે સવારથી સુરજદાદા વાદળા પાછળ છુપાયેલા રહ્યા છે. મેઘરાજાએ રાબેતા મુજબ સવારથી જ પધરામણી કરી હાજરી નુ પ્રમાણ આપી દીધુ હતુ. સાંજ ના છ વાગ્યા સુધીમા સવા ઈંચ વરસાદ નોંધાયો છે. શહેર ના આદિલ જુણાચ સહિતના અનેક બાળકોએ શેરી – ગલી, મહોલ્લા મા વરૂણદેવના વહાલને વધાવી વરસાદમા ન્હાવા ની મોજ માણી હતી.
ટંકારા પંથકમા મેઘરાજાએ ગત અઠવાડિયે જ સમયસર આવી પહોંચ્યા ના  દસ્તક દઈ દીધા હતા. સીઝન અનુસાર ધીમી ગતિએ હેત વરસાવી દરરોજ લોક હૈયા પુલકિત કરે છે. હાલ તો મેઘરાજાએ તાલુકામા ડેરા તંબુ તાણ્યા હોય એમ માહોલ પર થી જણાઈ રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી સમયાંતરે હળવુ હેત વરસાવી રહ્યા છે. રવિવારે સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે. સાંજ ના છ વાગ્યા સુધીમા સરકારી આંકડા પ્રમાણે સવા ઈંચ (૩૨ મીમી) હેત વરસ્યુ છે. પંથકમા ચોમાસાની શરૂઆત સારી હોવાથી આગોતરા વાવેતર ને સારો ફાયદો થયો છે. રવિવારના સાંજ ના છ વાગ્યા સુધીમા સીઝન નો કુલ વરસાદ પોણા દસ ઈંચે આંબી ગયો છે.