ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ વિજેતા બને એ માટે ટંકારાના ક્રિકેટ પ્રેમીએ આખો દિવસ ઉપવાસ કર્યો 

Advertisement
Advertisement

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ વિજેતા બને એ માટે આખો મેચ ઉભા રહી ને નિહાળી ભારતીય ક્રિકેટ ટીમની જીત પાછળ ક્રિકેટ રસિયાઓ ની ધાર્મિક આસ્થા જોડાયેલી હોવાનુ આ રહ્યુ પ્રમાણ.

રવિવાર સમગ્ર હિન્દુસ્તાની ઓ માટે ભારે ખુશી ભર્યો રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ ની ધરતી પર ભારતીય ક્રિકેટ ટીમ વિશ્ર્વ ચેમ્પિયન બની છે. તેની પાછળ દેશના કેટલાયે ક્રિકેટ રસીયાઓ ની આસ્થા જોડાયેલી હોય છે. એવી શ્રધ્ધા અને આસ્થા ટંકારાના ક્રિકેટ પ્રેમીએ દાખવી હતી. જેમા, ટંકારા ના વિજયભાઈ ખત્રીએ ભારતના ભવ્ય વિજય માટે આખો દિવસ અન્ન નો દાણો ખાધા વગર નકોરડો ઉપવાસ કરી આખો મેચ સળંગ ૪૦ ઓવર સુધી ઉભા રહી નિહાળી ભારતના વિજય માટે પ્રાર્થના કરી ક્રિકેટપ્રેમ ઉજાગર કર્યો હતો.
રવિવારે રાત્રે આઠ વાગ્યે ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થયો ત્યારથી ટંકારાના જીવાપરા વિસ્તારમાં રહેતા અને ગામડે ગામડે ફરી કાપડની ફેરી કરતા ક્રિકેટપ્રેમી વિજયભાઈ (હકાભાઈ) ખત્રીએ આખો મેચ સળંગ બંને ટીમ ની ૨૦- ૨૦ ઓવર એમ સળંગ ચાલીસ ઓવર (ચાર કલાક) સતત ટીવી સામે ઉભા રહી નિહાળવા અને આખો દિવસ મોં માં અન્ન નો દાણો ખાધા વગર નકોરડો ઉપવાસ કરી ભારતના વિજય માટે સતત પ્રાર્થના કરીને ભારતીય ક્રિકેટ ટીમને વિશ્ર્વ વિજેતા બને એવી મન્નત રાખી હતી. ભારતની ક્રિકેટ ટીમ દેશથી ૧૪ હજાર કીમી દુર વેસ્ટ ઈન્ડિઝ ની ધરતી ઉપર ફાઈનલ મેચ રમવા ગઈ હોય અને વર્લ્ડકપ જીતી એની પાછળ હકાભાઈ જેવા અનેક હિન્દુસ્તાનીઓની આસ્થા જોડાયેલી હોવાનુ માનવુ રહ્યુ.