

ટંકારા થી હાર્દિક સેજપાલ:
ટંકારા ના છતર ગામે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે પ્રાથમિક અને માધ્યમિકના વિધાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવવા ના સરકારી તાઈફા અંતર્ગત ગામડાની પ્રાથમિક- માધ્યમિક શાળામા કન્યા કેળવણી કાર્યક્રમ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.
જેમા, દિપ પ્રાગટય બાદ સર્વ ધર્મ પ્રાર્થના દ્વારા કાર્યક્રમ નો પ્રારંભ કરાયો હતો. બાદ મા,સરકાર ના આદેશ અન્વયે ઉપસ્થિત રહેલા સરકારી અમલદાર ઉપરાંત મહાનુભાવો નુ સ્વાગત કરીને વહેતા મુકાયેલા સરકારી ઉત્સવમાં શાળા ના બાલવાડી, આંગણવાડી અને ધોરણ એક થી નવ ના ભૂલકાઓ વિધાર્થીઓ ને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવાયો હતો. આ પ્રસંગે ગત સત્ર મા ધોરણ ૧૦ મા અવ્વલ નંબરે આવનારા વિધાર્થીઓને પુરસ્કાર – પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતા. ઉપરાંત, શાળાની વિદ્યાર્થીનીઓ પ્રિયાંશી સારેસા અને સંજના સારેસા દ્વારા પ્રાકૃતિક ખેતી અને વ્યસન મુક્તિ પર પોતાના વિચારો રજુ કરી ઉપસ્થિતો ને પ્રભાવિત કર્યા હતા.આ પ્રસંગે વિધાર્થીઓ માટે કમ્પ્યુટર લેબ ની શરૂઆત, વૃક્ષારોપણ કરાયુ હતુ અને સરકારી યોજનાઓ, શિષ્યવૃત્તિ સહાય સહિતની માહિતી શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણી અને શિલ્પાબેન દ્વારા અપાઈ હતી. આ વેળાએ નાયબ નિયામક એમ.જે. અઘારા, મામલતદાર સખીયા, સરપંચ કોમલબેન ભિમાણી, શૈલેષભાઈ સાણજા, ના.મા. સુરેશ સોલંકી, રમેશભાઈ સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન પાર્થ મુંધવાએ કર્યુ હતુ.