પંચાસર ચોકડી નજીક દારૂની બોટલ સાથે ૧૯ વર્ષીય યુવક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીના પંચાસર ચોકડી નજીક વિદેશી દારૂની બોટલ સાથે એકટીવા ચાલકને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે તેના વિરુદ્ધ પ્રોહી. અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે બપોરના સમયે પેટ્રોલિંગ દરમિયાન પંચાસર ચોકડી નજીકથી એક્ટિવા મોટર સાયકલ લઈને શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી કાસીમ મુબારકભાઈ ચાનીયા ઉ.19 નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે આરોપી સાથે રહેલ અબ્દુલા ઉર્ફે અબુડી આરબ નાસી જતા પોલીસે ફરાર દર્શાવી 50 હજારની કિંમતના એક્ટિવા સહિત 50,300નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.