મોરબીના ટંકારા તાલુકાના વાછકપર ગામે પોતાના ઘરે બેભાન થઈ ગયેલ 46 વર્ષીય પરિણીતા નો સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુનોંધ કરી ટંકારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વાછકપર ગામે ગત તા.23 જુનના રોજ વહેલી સવારે પોતાના ઘેર બેભાન બની ગયેલા કંચનબેન અશોકભાઈ અગ્રાવત ઉ.46 નામના પરિણીતાને સારવારમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે રાજકોટ પોલીસે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.