મોરબીના બી ડિવિઝન પોલીસ મથક નજીક ગતરાત્રિના કારખાનેથી છૂટી ઉચી માંડલ ગામે રહેતા પોતાના મિત્ર સાથે મિત્રના રૂમે જવા નીકળેલ બે યુવક ને બે અજાણ્યા શખ્સોએ છરીની અણીએ બંનેનો ફોન તેમજ ખિસ્સામાંથી પૈસા પડાવી લેતા આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના કાલીન્દ્રેશ્વર મંદિર રોડ ઉપર સનવર્લ્ડ સિરામિક કારખાનમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ગૌતમ હરિચંદ્ર વર્મા ઉ.26 નામના યુવાને ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગતરાત્રીના કારખાનેથી છૂટી પોતાના મિત્ર આશિષ વર્મા સાથે ઉંચી માંડલ ગામે રહેતા તેમના મિત્રના રૂમે જવા હાઇવે સુધી પગપાળા જતા હતા ત્યારે ક્લીન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક પહોંચતા જ પાછળથી આવેલા બે અજાણ્યા શખ્સોએ આશિષ વર્માનો ફોન ઝુંટવી ગૌતમને પણ ફોન આપી દેવા જણાવતા ગૌતમે ફોન આપવા ઇન્કાર કરતા ખિસ્સામાથી રૂપિયા 500 કાઢી લઈ ગાળો આપવાનું શરૂ કરતા ગાળો આપવાની ના પાડતા એક શખ્સે છરીનો ઘા ઝીકી દીધો હતો. બરાબર આ સમયે અન્ય ત્રીજો આરોપી બાઈક લઈને આવતા ત્રણેય આરોપીઓ સમર્પણ હોસ્પિટલ તરફ નાસી ગયા હતા. બનાવ અંગે ગૌતમ વર્માની ફરિયાદને આધારે સીટી બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.