અમુક ગામડે વધુ અને અમુક ઠેકાણે ઓછા વરસાદના બિનસત્તાવાર અહેવાલ વચ્ચે ટંકારા મા આજે (શનિવારે) પડેલા દોઢ ઈંચ (૩૭ મીમી) વરસાદ સાથે સીઝન નો કુલ સવા આઠ ઈંચ (૨૦૯ મીમી) વરસાદ નોંધાયો છે..


ટંકારા તાલુકામા ગત રવિવારે મેઘરાજાએ પધરામણી કર્યા બાદ સ્વભાવ મુજબ ધીમુ અને ધીંગુ હેત વરસાવી રહ્યા છે. શનિવારે દિવસ દરમિયાન ઘડીક ઘડીકે ઝાપટા રૂપે હેત વરસાવી સાંજ સુધી મા દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. સીઝન ની સારી શરૂઆત થતા આગોતરા વાવેતર ને ખૂબ સારો ફાયદો થયો છે. તેમજ જેઓ વાવણી માટે મેઘરાજા ની વાટે હતા એ ખેડુતો માટે વાવણીલાયક વરસાદ પડતા ખેડુતો સાથે તમામ લોકો મેઘમહેરથી ખુશ થયા હોય એવો નજારો જોવા મળે છે.
ટંકારા પંથકમા મેઘરાજાએ રવિવારે ચોમાસુ આવી પહોંચ્યા ના દસ્તક દઈ અડધા ઈંચ વરસાદ સાથે પ્રારંભ કર્યો હતો. બાદ સીઝન અનુસાર ધીમી ગતિએ હેત વરસાવી લોકો ના હ્યદય ને ખુશ કરે છે. શનિવારે દિવસ દરમિયાન ઝાપટા રૂપે વરસી સાંજના છ વાગ્યા સુધી મા સરકારી આંકડા પ્રમાણે દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. પંથકમા મોટાભાગના ખેડુતો એ વરૂણદેવ પર વિશ્વાસ રાખી આગોતરા વાવણી કરી દીધી હોવાથી વાવેતર ઉપર સતત મેઘમહેર થી ખેતરોમા વાવણી ઉગી નિકળી હોવાના દ્શ્યો જોવા મળે છે. અને આગોતરા વાવેતર ને મેઘરાજ ના ધીમા અને ધીંગા હેત થી ફાયદો થયાનુ ખેડુત ગંગારામભાઈ ભાગીયાએ જણાવ્યુ હતુ. ઉપરાંત, જે ખેડુતો વાવણી માટે મેઘરાજા ની વાટે હતા એ ખેડુતો માટે શનિવાર સુધીમા સીઝન નો કુલ વરસાદ સવા આઠ ઈંચ (૨૦૯ મીમી) નોંધાયો હોવાથી વાવણીલાયક વરસાદ થયો હોવાનુ મનાય છે.