મોરબીના ટીંબડી ગામના પાટીયા થી પીપળી જવાના રસ્તા પર કારખાનામાં કામ કરતા 52 વર્ષીય શ્રમિક રોડ પર પડી જતા ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુનોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડી ગામના પાટિયાથી પીપળી જતા રોડ ઉપર આવેલ શિવમ બ્લેકરો નામના કારખાનામાં કામ કરતા વેરસિંગ ધનજયા કનોજે ઉ.52 નામના શ્રમિકનું કારખાનામાં રોડ ઉપર પડી જતા ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.