મોરબીના જોન્સનગર વિસ્તારમાંથી વિદેશી દારૂની 74 બોટલ સાથે બે ઝડપાયા

Advertisement
Advertisement

મોરબીના જોન્સ નગર શેરી નંબર આઠમાંથી બે શખ્સો ને સીએનજી ઓટો રીક્ષા માં ભરેલ નાની મોટી વિદેશી દારૂની 74 બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે તેમના વિરોધ પ્રોહી અન્વયેગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જોન્સનગર શેરી નંબર 8માંથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે આરોપી અખતર ઉર્ફે અસરફ અલ્લારખાભાઈ ઓઠા રહે.કુળદેવી પાન પાછળ મોરબી 2 મૂળ રહે.કૂડા ફાટક ધ્રાંગધ્રા અને આરોપી સલીમ ગુલામહુસેન ભટ્ટી રહે.જોન્સનગર નામના શખ્સોને સીએનજી ઓટો રીક્ષામાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી 74 બોટલ કિંમત રૂપિયા 14,045 સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો આરોપી અસલમ માણેક રહે.ધ્રાંગધ્રા વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે 1 લાખની કિંમતની રીક્ષા તેમજ 5000ની કિંમતના એક મોબાઈલ સહિત 1,19,045ના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી દારૂ સપ્લાયરને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.