મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર બાઈક લઈને જતા માતા પુત્રને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક પર સવાર માતા પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી, અત્યારે ટ્રકને છોડી નાસી જતા ટ્રક ચાલક વિરોધ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગત તા.18ના રોજ બજાજ પ્લેટીના બાઈક લઈને જઈ રહેલા ધ્રુવ ભુપતભાઇ વહાણેશિયા અને તેમના માતા ઉષાબેન ભુપતભાઇ વહાણેશિયાને જીજે – 12 – એયુ – 7033 નંબરના ટ્રક ચાલકે બંધુનગર નજીક હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી ધ્રુવને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી જતા અકસ્માતના બનાવ અંગે ધ્રુવના માતા ઉષાબેન ભુપતભાઇ વહાણેશિયા રહે.નવા જિલ્લા સેવાસદન પાછળ ધર્મસિધ્ધિ સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે