

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવવાના સરકારી તાઈફા અંતર્ગત ગામડાની સરકારી પ્રાથમિક શાળામા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો હતો.જેમા, દિપ પ્રાગટય કરી ને કાર્યક્રમ નો પ્રારંભ કરાયો હતો. બાદ મા,સરકાર ના આદેશ અન્વયે ઉપસ્થિત રહેલા સરકારી અમલદાર ઉપરાંત મહાનુભાવો નુ સ્વાગત કરીને વહેતા મુકાયેલા સરકારી ઉત્સવ મા બાળકો માટે ફાળવાયેલા કમ્પ્યુટર ની લેબ નુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. ઉપરાંત, વૃક્ષારોપણ, ગત સત્રમા અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા છાત્રોના હોંશલા ને અભ્યાસ રૂપી જુસ્સો ભરવા નવાજ્યા હતા. ધોરણ એક ના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવાયો હતો. પ્રસંગે ઉપસ્થિત રહેલ વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરા, તાલુકા વિકાસ અધિકારી કોંઢીયા, મયુર સિંહ પરમાર,ભગીરથસિંહ ઝાલા સહિતનાઓની ઉપસ્થિતિ મા ગત વર્ષે શાળા ના વિધાર્થીઓને ગણવેશ સહાય આપનારા ગામડાના જીવાભાઈ ભોરણીયાનુ આચાર્ય અલ્પેશભાઈ દેસાણી એ સન્માન કર્યુ હતુ.પ્રસંગનુ સમાપન શિક્ષક નરેશભાઈ જગોદરા એ આભાર વિધિ થી કર્યુ હતુ.