નટરાજ ફાટક નજીક ટ્રેન હડફેટે યુવાનનું મોત

Advertisement
Advertisement

મોરબીના નટરાજ ફાટક નજીક આવેલ દરબારગઢ બોર્ડિંગ પાસે ચાલીને જતા ઉત્તર પ્રદેશના યુવાન ટ્રેન હડફેટે આવી જતા તેમનું મોત નીપજ્યું હતું. અત્યારે અકસ્માતે મૃત્યુ નોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નટરાજ ફાટક નજીક આવેલ દરબાર બોર્ડિંગ પાસે ચાલીને જઈ રહેલા ઉત્તરપ્રદેશના વતની છેદીભાઈ હરિવંશરાય પટેલ ઉ.46નામના યુવાન ટ્રેન હડફેટે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.