

ટંકારા તાલુકાના સજનપર ગામે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવવાના સરકારી તાઈફા અંતર્ગત ગામડાની સરકારી પ્રાથમિક શાળામા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો હતો.જેમા, દિપ પ્રાગટય કરી ને કાર્યક્રમ નો પ્રારંભ કરાયો હતો. બાદ મા,સરકાર ના આદેશ અન્વયે ઉપસ્થિત રહેલા સરકારી અમલદાર ઉપરાંત મહાનુભાવો નુ સ્વાગત કરીને વહેતા મુકાયેલા સરકારી ઉત્સવ મા સ્કુલ ઓફ એક્ષલન્સ અંતર્ગત નવા બંધાયેલા કમરા (રૂમ) નુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. સરકાર દ્વારા અપાયેલા નિપુણ ભારત વિવિધ સાહિત્ય નુ પ્રદર્શન યોજવા મા આવ્યુ હતુ. જેના નિદર્શન સાથે બાલવાડી અને ધોરણ એક ના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવાયો હતો. આ પ્રસંગે ગત સત્ર મા એક થી ત્રણ નંબરે આવનારા વિધાર્થીઓને પુરસ્કાર આપી નવાજવામા આવ્યા હતા. આ પ્રસંગે ના.નિ. અઘારા, શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રીકાબેન કડીવાર, રશ્મિબેન વિરમગામા સહિતનાઓની ઉપસ્થિતિમા ગામડાના કાયમી દાતાઓ મનસુખભાઈ પરેચા, પિયુષભાઈ બરાસરા, હસમુખભાઈ સિણોજીયા, મગનભાઈ જીવાણી, સંજય ભાઈ મસોત નુ શાળાપરીવાર વતી આચાર્ય અલ્પેશભાઈ પુજારા એ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.