વાંકાનેર તાલુકાના નવી રાતીદેવડી ગામે ખુલ્લેઆમ ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના નવી રાતીદેવડી ગામે પાણીના ટાંકા સામે ખુલ્લા પટ્ટમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પર વાંકાનેર તાલુકા પોલીસે રેડ કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવી રાતીદેવળી ગામે સીટી પોલીસે બાતમીને આધારે પાણીના ટાંકા સામે ખુલ્લા પટ્ટમાં દરોડો પાડી આરોપી મનજીભાઈ પ્રેમજીભાઈ વરાણીયા ઉ.32 નામના શખ્સને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ ગરમ આથો અને દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 700ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.