રાજકોટ જિલ્લાના વીંછીયા ગામે રહેતા અને હાલ ઘુંટુ ગામની સીમમાં આવેલ સેનેટરી વેરના કારખાનામાં રહેતા પરિણીતાની બળજબરીપૂર્વક છેડતી કરી શારીરિક કાળભલા કરતા એક શખ્સ વિરોધ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના વીંછીયા ગામે રહેતા અને હાલમાં ઘુંટુ ગામની સીમમાં આવેલ હોલો સેનેટરીવેર કારખાનામાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા 29 વર્ષીય અનુસૂચિત જાતિ સમાજના પરિણીતાના લેબર કવાટર્સમાં ઘુસી અંદરથી દરવાજો બંધ કરી દઈ આરોપી મુનાફ અબ્દુલભાઇ શેરસિયા રહે.વાંકાનેર વાળાએ પરિણીતાનું બાવડું પકડી બળજબરી પૂર્વક શારીરિક અડપલા કરતા પરિણીતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એકટ તેમજ આઇપીસી કલમો મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.