મોરબીના નાની વાવડી કબીર આશ્રમ પાસેથી હળવદના આસોપાલવ-૩૭ સોસાયટીમાં રહેતા ૩૪ વર્ષીય યુવક જીતેંન્દ્રભાઇ રમેશભાઇ કૈલા ગત તા. ૨૦ જૂન ૨૦૨૪ ના રોજ લાપતા થયા હોય ત્યારે આ બાબતે લાપતા જીતેન્દ્રભાઈના મોટાભાઈ શૈલેષભાઇ રમેશભાઇ કૈલા દ્વારા ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને ધ્યાને લઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુમસુધા નોંધ કરી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.