ઈમિટેશનનુ કામ કરતા ભાવેશભાઈ ની છત સહિત સોલાર પેનલ ને નુકસાન … સદ્ નસીબે જાનહાની ટળી

ટંકારાપંથકમા છેલ્લા બે દિવસથી વરસાદી સિઝનની બંધાતી સિસ્ટમ ને કારણે વાતાવરણમાં ભારે ઉકળાટ અને બફારો રહ્યા બાદ બુધવારે ગાજવીજ સાથે વરસાદી ઝાંપટુ પડયુ હતુ. આ તકે, જોરદાર કડાકા ભડાકા સાથે વિજળી તાલુકાના કલ્યાણપર ગામે વસતા ખેડુત પરીવાર ના ઘર ઉપર ત્રાટકી હતી. મકાન ઉપર રહેલ ગરમ પાણી ની સોલાર પેનલ પર ત્રાટકતા પેનલના ધોકા સહિત છત ની લાદી તોડી ગાબડુ પડી ગયુ હતુ. સદ્ નસીબે જાનહાની ટળી હતી.

બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ભારે ઉકળાટ અને બફારો રહ્યા બાદ બુધવારે બપોરે ટંંકારા પંથકમા લગભગ બે વાગ્યે ભારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. વરસાદ તો નોંધપાત્ર પડ્યો નહોતો માત્ર ઝાપટા પડયા હતા. પરંતુ ભારે કડાકા ભડાકા સાથે વિજળી ટંકારા તાલુકા મથક નજીક આવેલા કલ્યાણપર ગામે વસતા ખેડુત ભાવેશભાઈ વસરામભાઈ ઉજરીયા ના ઘર ઉપર છત ઉપર આવેલ ગરમ પાણી ની સોલાર પેનલ પર ત્રાટકી હતી. ભારે કડાકા સાથે વિજળી પડવાથી સોલાર સિસ્ટમ ના ટ્યુબ ના ધોકા સહિત છતમાં રહેલ ટાઈલ્સ ને નુકશાન કરી ગાબડુ પડી ગયુ હતુ. સાથે વિજળી ના કારણે ઘરધણી સહિત પાડોશીઓ ના ઘર ના અઢાર જેટલા સિલીંગ ફેન સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો ને ભારે નુકશાન થયુ હતુ. જાણવા મળ્યા પ્રમાણે ભાવેશભાઈ ખેતી સાથે ઘરે જ ઈમીટેશનનુ કામ કાજ કરતા હોય બધા સભ્યો ઘરે જ હતા. સદ્ નસીબે સલામત રહ્યા હતા.