મોરબી તાલુકાના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે જાંબુડિયા ગામે ઢાર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ ભાવનાબેન પ્રવિણભાઇ સીતાપરા, શીલ્પાબેન નવઘણભાઇ સીતાપરા, રીટાબેન સંજયભાઇ સીતાપરા અને અંકીતાબેન અશોકભાઇ ઉપાસીયા નામના મહિલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2950 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.