હળવદ મોરબી હાઇવે પર ટ્રક ચાલકના હડફેટે બાઈક ચાલકનું મોત

Advertisement
Advertisement

મોરબી હળવદ હાઇવે પર બાઈક ચાલકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે પોલીસ મથક ખાતે ટ્રક ચાલક વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી – હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ નજીક સિલોરા કારખાના સામે જીજે – 03 – સીકે – 0519 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ચરાડવા ગામના રહેવાસી જાદવજીભાઈ માકાસણાને આરજે – 27 – જીઇ – 1222 નંબરના ટ્રક ચાલકે હડફેટે લઈ પછાડી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી જતા મૃતકના પુત્ર કમલેશભાઈ જાદવજીભાઈ માકાસણાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.