મોરબીના રવાપર ઘુનડા રોડ પર રવાપર રેસીડેન્સી પાછળથી વોડકા ન બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહી. અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રવાપર રેસિડેન્સી પાછળથી સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના વાઘપરામા રહેતા આરોપી દિપક રાજુભાઇ બુદ્ધદેવ ઉ.29 નામના શખ્સને વિદેશી દારૂ ઓરેન્જ હિલ વોડકાની 180 મીલીની 10 કાચની બોટલ કિંમત રૂપિયા 1000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.