મારગના મુદ્દે મામલતદારમા કેસ કરતા વિવાદ વધુ વકર્યો..
બે દિ’ પૂર્વે જમીન ના વાદ મામલે મામલતદાર સમક્ષ ઉપસ્થિત રહેલા અરજદારો સાથે તોછડો વ્યવહાર કરતા મામલતદાર ભેરવાયા… બાદ માફી માંગવી પડી

ટંકારાના ઓટાળા ગામની સીમમા ખેતીની જમીન ધરાવતા બે શેઢા પાડોશીઓ વચ્ચે ખેતરના મારગ બાબતે ચાલતા વિવાદ મુદ્દે ગામડાના એક ખેડુતે ટંકારા મામલતદારમા વર્ષો જુનો રસ્તો ખેતર પાડોશીએ દાદાગીરીથી બંધ કરી દીધા સબબ રાવ કરી મામલતદાર કોર્ટમા કેસ કર્યો હોવાથી તેનો ખાર રાખી જેનો ખાર રાખી આઠ ઈસમોએ લાકડી, ધોકા અને લોખંડના પાઈપ વડે એક જ પરીવાર ના ચાર વ્યક્તિ ઓ પર હુમલો કરી માર મારી બંદુક બતાવી હવે અહીંથી હાલશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા ની રાવ સારવાર મા રહેલા ભોગ બનેલા યુવાને ટંકારા પોલીસમા નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલા ઓટાળા ગામે રહેતા અને ખેતી કરતા નીકુલભાઈ નરભેરામભાઈ ઘોડાસરા નામના ખેડુત યુવાને ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે ગામડે પોતાની બાપદાદાની ખેતીની જમીન આવેલી છે. તેમના ખેતરની નજીક ગામના બેચરભાઈ ઘોડાસરા ની જમીન આવેલી છે. વર્ષોથી પોતાના ખેતરમાં ખેતીકામે જવા બેચરભાઈ ના ખેતરમાંથી મારગ નિકળે છે. એ મારગે હાલીએ છીએ. તાજેતરમા બેચરભાઈ એ તેની જમીન ટંકારા તાલુકાના વાછકપર ગામના ભરવાડ રોહિત નાનજી ફાંગલીયા ને વેચાણ કરી હોવાનુ કહેવાય છે. એટલે ખેતી ના નવા શેઢા પાડોશી રોહીતે પોતાનો ખેતરમા હાલવા નો હલણ નો મારગ દાદાગીરીથી બંધ કરી અહીંયા થી હાલવુ નહીં એવુ કહી વિવાદ કરતા ફરીયાદી પરીવારે રેવન્યુ ને લગતો મુદ્દો હોવાથી ગજગ્રાહ નો નિવેડો લાવવા ટંકારા મામલતદાર કચેરીમા મામલતદાર કોર્ટમા મારગ નુ નિરાકરણ લાવવા કેસ દાખલ કર્યો હતો. જેનો નિવેડો આવ્યો ન હોવા થી પોતાના ખેતરમાં ખેતીકામે જતા આવતા હોય આ બાબત નો ખાર રાખી ઓટાળા મા જમીન ખરીદનારા વાછકપરના ભરવાડ શખ્સે મારગના મુદ્દે ચર્ચા વિચારણા કરવા મારગ બંધ કરવા સામે વાંધો લેનારાને ખેતરે બોલાવતા ફરિયાદી નીકુલ ઉપરાંત તેના પિતા નરભેરામભાઈ, કાકા કાનજીભાઈ અને કાકાનો દીકરો વિશાલ સહિતના પરીવાર ના ચારેય વ્યક્તિઓ ખેતરે ગયા હતા. અહીંયા અગાઉથી રોહિત અને તેની સાથે અજાણ્યા સાત શખ્સો હાજર હતા. રોહિતે કહયુ કે, તમારે રસ્તો જોઈએ છે ? એવો સવાલ ઉઠાવતા ખેડૂત યુવાને આ બાબતે મામલતદારમા કેસ કર્યો છે જેનો હુકમ આવશે તે મુજબ અમલવારી કરીશુ એમ કહેતા એને સારૂ લાગ્યુ નહોતુ. અને સીધા જ બે ફામ ગાળો ભાંડી લોખંડ પાઈપ, લાકડી અને ધોકા વડે હુમલો કરી ચારેય ને બે ફામ ફટકારવા લાગી માર માર્યો હતો. અને આ વખતે કમરે લટકાવેલી બંદુક બતાવીને મારગ ભૂલી જજો નહીંતર જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા. બાદ મા, હલણ મામલે માર નો ભોગ બનેલા ખેડુતો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા પોલીસે ત્યા પહોચી ભોગ બનનાર ની ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
—————————— —————————— ————
હલણના ડખામા મનમાની કરવાની કુટેવ મામલતદાર ને ભારે પડી.
ઓટાળા ગામે મારગના મુદ્દે ચાલતા વાદવિવાદ નો કેસ મામલતદાર મા ચાલતો હોય જેથી બેચરભાઈ ઘોડાસરા, રોહીત ફાંગલીયા પોતાના પક્ષના સાહેદો અને પોતાના ગામ ના સરપંચ સુરેશભાઈ પરમાર સહિતનાઓ સાથે મુદ્દતે આવ્યા હતા. અને મામલતદાર સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે અરજદારો પર ખોટા રોફ જમાવી મનમાની કરવાની કુટેવ ધરાવતા મામલતદાર કેતન સખીયા એ કોઈ મુદ્દે ઓટાળા ના સરપંચ સહિતના ઉપસ્થિત ગામડાના લોકો સાથે તોછડો વ્યવહાર કરતા મામલો ગરમાયો હતો. અને ઓટાળા ના સરપંચ સહિતના તમામ મામલતદાર ની ચેમ્બર માં જ નીચે બેસી સતાના મદ મા મામલતદાર રોફ છાંટી રહ્યા ની કાગારોળ મચાવી દઈ હોબાળો શરૂ કરતા જ મામલતદાર સખીયા પરીસ્થિતિ નુ ભાન થતા ઢીલાઢફ થઈ ગયા હતા. લાગતા વળગતા સ્થાનિક રાજકીય અગ્રણીઓને બોલાવી મામલો સંકેલવા રીતસર કાકલુદી કરવી પડી હતી. અંતે, પોલીસે મામલો હાથમાં લઈ હંગામો કરનારાઓને થાણે લઈ જવાયા હતા. બાદ મા, સતાધારી પક્ષના સ્થાનિક આગેવાનો ની મધ્યસ્થી થી મામલતદારે માફી માંગતા મામલો થાળે પડ્યો હતો.