સિરામિક સિટીના એપાર્ટમેન્ટમાં વેચાણ અર્થે રાખેલ દારૂની બોટલો મળી

Advertisement
Advertisement

મોરબીના શક્તિ ચેમ્બર પાછળ આવેલ સીરામી સીટી ના ફ્લેટમાં વિદેશી દારૂના વેચાણ અર્થે રાખેલ બોટલો મળી આવતા પ્રોહી. અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શક્તિ ચેમ્બર પાછળ આવેલ સિરામિક સીટી આઈ -6 ફ્લેટમા મોંઘાદાટ વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી ઉમેશ રામજીભાઈ પટેલ ઉ.31 રહે.બગથળા વાળાને રૂપિયા 2000ની એક એવી જ્હોની વોકર બ્રાન્ડ રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની 15 બોટલ કિંમત રૂપિયા 30 હજાર સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.