ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ ખેડુત મંડળીની સેવા સહકારી મંડળીના પદાધિકારીઓની મુદ્ત પૂર્ણ થતા નવા હોદેદારો નિમવા માટે ચુંટણી યોજાઈ હતી. જેમા, સેવક પેનલ નો વિજય થયો હતો.
લજાઈ ગામે સેવા સહકારી મંડળી મા બે જુથો વચ્ચે યોજાયેલી ચુંટણીમા મોરબી ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ બળવંત ભાઈ કોટડીયા ની સહકાર પેનલ ને હરાવી ગામડાની ગૌતમભાઈ વામજાની સેવક પેનલ ના તમામ ૧૬ સભ્યો વિજેતા થયા હતા. ચુંટાયેલા સભ્યોમા ગૌતમભાઈ વામજા, આશિષ રૈયાણી, રમેશભાઈ મસોત, વિપુલ વામજા, દયારામભાઈ મસોત, ચિરાગ પટેલ,ભૂદરભાઈ વામજા, મગનભાઈ મારવાણીયા, તેજાભાઈ કોટડીયા, હરપાલસિંહ જાડેજા, સુરેશભાઈ મસોત, હુસેનભાઇ વકાલીયા, પિન્ટુભાઈ પાણ ઉપરાંત,મહિલા સભ્યો ભાનુબેન જયંતીલાલભાઈ મસોત, ગોદાવરીબેન મનસુખભાઈ મસોત અને અનુ.જાતિમાથી હરખાભાઈ હરીભાઈ મકવાણા ચુંટાઈ આવ્યા હતા. ચુંટાયેલા સભ્યોને પૂર્વ જી. પં. ચેરમેન રમેશ ભાઈ મસોત પી.ડી.મસોત, જગદીશ રૈયાણી, સંજય મસોત જીજ્ઞેશ મસોત, મુકેશ વામજા,પ્રતિપાલસિંહ જાડેજા, વેલજી ભાઈ કોટડીયા, મનજીબાપા, લિંબાભાઈ મસોત સહિતના ઓએ શુભેચ્છા પાઠવી હતી