ટંકારા મા મેઘ સવારી આવી પહોંચી, અડધો ઈંચ હેત વરસ્યુ

Advertisement
Advertisement

સીઝન નો પ્રથમ વરસાદ પડયો.. લોક હૈયા પુલકિત થયા

ટંકારા તાલુકામા ભારે ઉકળાટ બાદ રવિવારે ઢળતી બપોરે મેઘરાજાએ પધરામણી કરી સીઝન નો પ્રારંભ થયો હોવાના ઓહાણ આપી અડધો ઈંચ હેત વરસાવતા લોકો ના કલેજે ટાઢક વળી હતી.

 

આ વખતે સુર્ય નારાયણ દેવે આકરા તેવર બતાવ્યા બાદ ચોમાસુ બેસે એ પૂર્વે વાતાવરણમાં બફારો આવે એ ઋતુગત સ્વભાવ મુજબ ટંકારા પંથકમા છેલ્લા અઠવાડીયાથી દિવસ દરમિયાન વાતાવરણમાં બફારો અને ભારે ઉકળાટ વરતાઈ રહ્યો હોવાથી જીવ માત્ર આકુળ વ્યાકુળ થતા હતા. એ દરમિયાન મેઘરાજાએ રવિવારે ઢળતી બપોરે પધરામણી કરી હળવા પગલે આવી પહોંચી અડધો ઈંચ હેત વરસાવ્યુ હતુ. અને ચોમાસુ સીઝન શરૂ થયાની છડી પોકારી હતી. પંથકમા વરસાદ પડતા વાતાવરણમાં ટાઢક થતા જન જનના હૈયે ટાઢક વળી હતી. જોકે, મોટાભાગના ખેડુતો એ વરૂણદેવ પર વિશ્વાસ રાખી અને પાણીની સગવડ હોવાથી આગોતરા વાવણી કરી દીધી હોવાથી વાવેતર ઉપર મેઘમહેર થતા જગ તાત ખુશ થઈ રહ્યા છે.