મોરબી શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદ

Advertisement
Advertisement

મોરબીમાં અસહ્ય ગરમી બાદ આજે સાંજના સમયે વરસાદ પડ્યો હતો, વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં પડતા ભારે તાપ અને ગરમીના કારણે મોરબી વાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. ત્યારબાદ આજે સાંજના સમયે સારો એવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે ગરમીથી બચવા ઘણા લોકો વરસાદમાં નાહવા પણ નીકળી ગયા હતા. હાલ થોડા અંશે મોરબીવાસીઓને ગરમીમાંથી છુટકારો મળ્યો છે.