મોરબીના નવા બસ સ્ટેશન ન પાર્કિંગમાંથી મૂળ જામનગરના વતની અને હાલ મોરબી રહેતા એક યુવનના બાઈકની ચોરી થતા આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છેચોરી થતા આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ જુનાગઢના વતની અને હાલ મોરબીના ગોવર્ધનનગર નવયુગ સ્કૂલની પાસે છાત્રાલય રોડ પર રહેતા પરાગભાઇ ભીખુભાઈ રાઠોડ (ઉ.વ.૩૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા. ૧૪-૦૬-૨૦૨૪ થી ૧૮-૦૬-૨૦૨૪ સુધીમાં અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીનુ હોન્ડા કંપનીનું લીવો મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૧-બીએમ-૩૪૩૮ વાળુ સને ૨૦૧૭ નુ મોડલ જેની કિંમત રૂ. ૩૦,૦૦૦ વાળુ પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.