મોરબીના જુના ઘુંટુ રોડ પર વીજ શોક લાગતા 36 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુનોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ મારમોલા વિટ્રીફાઇડ નામના સિરામિક કારખાનામાં કામ કરતા ચૌધરી સહાની મહેશ્વર સહાની ઉ.36 નામના યુવાનને કામ કરતા સમયે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.